Omicron ના સબ વેરિએન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હોવાની પુષ્ટી થયા બાદ સરકાર એક્સનમાં આવી છે. સરકારને આશંકા છે કે દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Omicronના સબ વેરએન્ટના ખતરાને જોતા આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિવાળીથી લઈને જરૂરી સાવધાની રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
Union Health Minister Dr Mansukh Mandaviya chairs meeting regarding the current situation due to the new sub-variants of #Omicron & #COVID19 situation in the country. Dr VK Paul, Dr NK Arora, NTAGI, NEGVAC and other Sr health officials present: Official Sources
— ANI (@ANI) October 18, 2022
ગુજરાતમાં સબ વેરિયન્ટ BF.7નો પહેલો કેસ નોંધાયો
Union Health Minister Dr Mansukh Mandaviya chairs meeting regarding the current situation due to the new sub-variants of #Omicron & #COVID19 situation in the country. Dr VK Paul, Dr NK Arora, NTAGI, NEGVAC and other Sr health officials present: Official Sources
— ANI (@ANI) October 18, 2022અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યંત સંક્રામક Omicron સબ વેરિયન્ટ BF.7 મળી આવ્યો છે. BF.7 વેરિઅન્ટ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો અને હવે તે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં સબ-વેરિઅન્ટ સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો, જેને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી અને તેને 'ઓમીક્રોન સ્પોન' તરીકે ઓળખવામાં આવ્યો હતો.
WHOએ વાયરલને અત્યંત સંક્રામક ગણાવ્યો
સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ BF.7 વેરિઅન્ટથી શરૂ થયા છે. હકીકતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અત્યંત સંક્રામક BF.7 કોવિડ સબ વેરિયન્ટ અંગે ચેતવણી આપી હતી. તે સબ વેરિયન્ટનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ બનવાની પણ આશા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ વેરિઅન્ટ વધુ વાયરલ થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."