ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ખેડૂતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે શરૂ કરી ખરીદી


  • Published By :
  • Published Date : 2023-03-08 22:02:54

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઘટતા જતા ભાવના કારણે ખેડૂતોને પારાવારા આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દેશભરમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદનને પગલે આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે. જો કે હવે સરકાર આ મામલે સક્રિય બની છે, ડુંગળીના ઘટતા જતા ભાવ સામે ખેડુતોને રક્ષણ આપવા માટે સરકારે એજન્સીઓને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાનો આદેશ કર્યો છે.  


NAFED અને NCCFને સુચના અપાઈ


સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ને આદેશ કરી ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સૂચના આપી દીધી છે. આ મામલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસની અંદર NAFED દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 900 પ્રતિ 100 કિલોથી વધુના ભાવે લગભગ 4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.


NAFEDએ શરૂ કરી ખરીદી


કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ નાફેડ  NAFEDએ દેશભરમાં લગભગ 40 કેન્દ્રો ખોલ્યા છે. આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો માલ વહેંચી શકે છે અને તેની ચુકવણી ઓનલાઇન કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકની દિલ્હી, કોલકત્તા, ગોવાહાટી, ભુવનેશ્વર,બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને કોચી ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?