લાંબી લડત બાદ આખરે માજી સૈનિકોનું આંદોલન સમેટાયું, સરકારે કમિટીની રચના કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:11:53

માજી સૈનિકો છેલ્લા ઘણાં દિવસોથી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા. હવે માજી સૈનિકોની પડતર મુદ્દાઓને લઈ રાજ્ય સરકારે એક કમિટી બનાવવાની તૈયારી દર્શાવી છે. સરકારે પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપતા આખરે માજી સૈનિકોએ આંદોલન સમેટી લીધું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે 5 અધિકારીઓની કમિટીની રચના કરી છે.  માજી સૈનિકો આંદોલન મુદ્દે ગાંધીનગરના રેન્જ આઇજી અભય ચૂડાસમા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 


માજી સૈનિકોનાં પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ કક્ષાની કમિટીની રચના 

અભય ચુડાસમાએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો, માજી સૈનિકોનું પોતાની વિવિધ માગણીઓ સાથે આંદોલન ચાલતું રહ્યું હતું. જેમાં એક ઘટનામાં હ્રદયની બીમારીને કારણે મૃત્યુ નિપજ્યું હતું અને એ સિવાય શાંતિ પૂર્વક આંદોલન ચાલ્યું હતું. આ મુદ્દે સરકારે ધ્યાન આપ્યું છે અને એક ઉચ્ચ કક્ષાની કમિટી સરકારની રચના કરવામાં આવી છે. આ કમિટી 14 મુદ્દાની માગમાં સરકારના ઉચ્ચ અધિકારી અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ જે અધ્યક્ષ હશે અને અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ, અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ, અગ્ર સચિવ નાણાં વિભાગ અને નાયબ સચિવ મહેકમ ગૃહ વિભાગના અધિકારીઓની કમિટી હશે.


જીતેન્દ્ર નિમાવત એ જણાવ્યું કે ઘણાં દિવસોના અંતે અમારા મુદ્દાઓ મુદ્દે કમિટી બનાવવામાં આવી છે. ભૂતકાળમાં આવી કોઈ કમિટી બનાવવામાં આવી નહિ હોય. ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો ભવિષ્યમાં આવીશું. સરકારને અમારી નમ્ર વિનંતી, વિધાનસભા કે સચિવાલય કે છેવાડાના માનવી સુધી સરકાર પહોંચે. 


માજી સૈનિક સંગઠન દ્વારા 6 વર્ષથી સરકાર સામે રજૂઆત કરવામાં આવતી હતી અને ત્યારબાદ પણ સરકાર દ્વારા તેમની 14  જેટલી માંગો માટે સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવતી ન હતી. આ મુદ્દે માજી સૈનિકો દ્વારા ગાંધીનગર સચિવાલય ગેટ સામે આંદોલન ઉપર ઉતર્યા હતા અને ત્યારબાદ તેઓ પોતાની માંગણીને લઈને ગુજરાતના રાજ્યપાલને પોતાના સેવા મેડલ પરત કરવા જવાના હતા. આજે સરકાર દ્વારા એક કમિટીની જાહેરાત કરવામાં આવતા આંદોલન પૂર્ણ થવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.


માજી સૈનિકોની માંગણીઓ શું છે?


શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય

શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી

શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન

ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર

શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા

વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ

માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ

રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ

દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ

કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ

હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી

માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ

સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ

ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક

ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત

માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો

માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે.

ગાંધીનગરમાં 17 જેટલાં આંદોલનો યથાવત




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?