Gandhinagarમાં સરકારી કર્મચારીઓ કરશે વિરોધ પ્રદર્શન! પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોની યોજાશે મહાપંચાયત..


  • Published By :
  • Published Date : 2024-03-09 12:26:25

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી લીધી છે. એક તરફ દિલ્હીમાં કિસાન આંદોલનને લઈ ચક્કાજામ સર્જાયો છે તો હવે ગાંધીનગરમાં ૯ મી માર્ચથી જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધ દર્શાવાના છે.   વિવિધ પડતર પ્રશ્નો માટે આંદોલન વધુ તેજ બનાવાયું છે . તમને જાણીને નવાઈ લાગશે કે , RSS સાથે જોડાયેલી શૈક્ષણિક સંઘ દ્વારા આ આંદોલન ચલાવાઈ રહ્યું છે . સત્યાગ્રહ છાવણીમાં આજે વિરોધ પ્રદર્શન થવાનું છે. 

એક લાખ શિક્ષકો અને કર્મચારી કરશે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન! 

અનેક વખત એવું બનતું હોય છે કે આંદોલન સમેટાઈ જાય માટે સરકાર દ્વારા વચનો આપવામાં આવતા હોય છે. સરકાર દ્વારા પડતર માગણીઓ પણ સ્વીકારી લેવામાં આવતી હોય છે. ત્યારે જૂની પેન્શન યોજનાને લઈને પણ આવું જ કંઈક થયું. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી , જે ગેરંટી પુરી ન કરતા રાજ્યભરના કર્મચારીઓ ૯ મી માર્ચે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરવાના છે. આંદોલનના ભાગરૂપે ૧ લાખ શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ મહાપંચાયત કરશે .

Gandhinagar News: જુની પેન્શન સ્કિમ સહિતના પડતર પ્રશ્નો માટે 1 લાખ શિક્ષકોનો સરકાર સામે મોરચો,  ગાંધીનગરમાં મહાપંચાયત

ભગવા વસ્ત્રો, ખેસ પહેરીને કર્મચારીઓ નોંધાવશે વિરોધ!

આપને જણાવી દઈએ કે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ  ગઈકાલે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે બાળકોને શિક્ષણ આપી વિરોધ કર્યો હતો . ચોક અને પેનનો ઉપયોગ પણ ટાળ્યો હતો , અને વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો . હવે ૯ મી માર્ચે એટલે કે આજે ગાંધીનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં ૧ લાખ કરતા વધુ શિક્ષકો ભગવા વસ્ત્રો , ખેસ , જય શ્રીરામની પતાકા અને સાફા પેહરી ગાંધીનગર પહોંચશે . આ શિક્ષકો સરકારને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે , પરંતુ સરકાર ટસથી મસ થવા તૈયાર નથી . 

પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 


તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.