સરકારી કર્મીઓની દિવાળી સુધરી, સરકાર ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમાં આપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:22:44

સરકારી કર્મચારીઓ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.


20 ઓક્ટોબરના દિવસે થશે પગાર


રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે. જો કે પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી સરકારે 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.


CM ભૂપેન્દ્ર પટેલે આપી હતી સૂચના 


રાજ્ય સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવાના સૂચના આપી હતી. હવે દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે તેથી તેઓ પરિવારજનો માટે ખરીદી કરી શકશે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.