ગુજરાતના સરકારી કર્મીઓને મળશે 8 ટકા મોંઘવારી ભથ્થું, રાજ્યના 5 લાખ કર્મચારીને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-18 17:33:25

રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે, નાણામંત્રી કનુ દેસાઈના જણાવ્યા પ્રમાણે છે કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા  પર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં લગભગ 5 લાખ કર્મચારીઓને 8% મોંઘવારી ભથ્થું ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગત વર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ ગુજરાત સરકારના લગભગ પાંચ લાખ કર્મચારીઓને ફાયદો થશે.


કર્મચારી મહામંડળે કરી આ માગ


ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મંત્રી ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને નાણામંત્રીને કર્મચારીઓને જૂલાઈ 2022થી 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું જેમાં 4% વધારો કરીને હવે 38% આપવામાં 2023માં આપવામાં આવતો હતો. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે છે એમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી આપવામાં આવે.


કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ


અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે ભથ્થું આપવામાં આવે છે એમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વર કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે એવી કર્મચારીઓએ માગણી કરી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...