ત્રણ મહિનાનું એરિયર, 42 ટકા DA,સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-04-07 16:12:29

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા નાણાકીય વર્ષ 2023ના છેલ્લા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કર્યો હતો. હવે સરકાર  DAની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જુલાઈમાં DA ગણતરીની આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્ર પછી ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના  DAમાં વધારો કર્યો છે.


લાખો કર્મચારીઓને થશે ફાયદો


કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને જાન્યુઆરી 2023થી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ   47.58 લાખ કર્મચારીઓ અને  69.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. DAમાં આ વૃધ્ધી 7માં કેન્દ્રીય વેતન પંચની ભલામણો બાદ  કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાર્ષિક 12,815 કરોડ રૂપિયાનું નાણાકિય ભારણ વધશે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના DAમાં વૃધ્ધી કરે છે.


પગાર કેટલો વધશે?


DAમાં ચાર ટકાના વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ સમજીએ. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 38 ટકા જોઈએ તો DA 6,840 રૂપિયા થાય છે. બીજી તરફ, જો આપણે 42 ટકા જોઈએ તો તે 7,560 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?