સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીકની માંગણી કરી, સચિવાલય કર્મચારી ફેડરેશને CMને રજૂઆત કરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 15:49:04

રજા...આ નામ સાંભળતા જ નોકરી કરતા લોકોમાં એક અલગ ખુશી હોય છે. પણ અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ. અઠવાડિયામાં બે રજા માંગવા માટે સરકારી કર્મચારીઓએ રજુઆત કરી છે. અને જો રજા નહિ મળે તો આંદોલન કરશે તેવી પણ વાત છે. 



સરકારી કર્મચારી કરી રહ્યા છે ફાઈવ ડે વીકની માગ! 

સરકારી કચેરીમાં કામ કરતા લોકોને કેટલી રજા મળવી જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કેમકે સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલય કર્મચારી ફેડરેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે. અને જો માગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારી કચેરીઓમાં બે દિવસ રજાની માંગ કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે. 


માનસિક તંદુરસ્તી જણવાય તે માટે કર્મચારી કરી રહ્યા છે આ માગ 

દેશના કેટલાક રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં સરકારી કચેરીઓમાં ફાઈવ ડે વીકનો નિયમ લાગૂ છે. ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં બે દિવસ રજા મળે તેવી માગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓની માનસિક તંદુરસ્તી સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવી શકાશે. જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં તે પણ એક સવાલ છે.


જર્મનીમાં ફોર ડે વિકની જાહેરાત કરાઈ છે! 

ભારતમાં મોટેભાગે ખાનગી સેક્ટરમાં કે પછી સરકારી કચેરીઓમાં ઓફિસમાંથી એક દિવસ રજા લેવાનું કલ્ચર છે. પરંતુ જર્મનીએ હાલમાં જ 1 ફેબ્રુઆરીથી ફોર ડે વિકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલા લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરે છે.


જો ચાર દિવસ કામ કરવામાં આવે તો... 

અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો. ઘણા દેશોમાં અઠવાડિયામાં ચાર ચાર રજાઓ છે. જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના કલાક અલગ અલગ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છેકે ફોર ડે વિક કામ કરવાથી તેમની સીક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...