પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE
ગાયના નામે વોટ માંગતી રાજ્યની ભાજપ સરકાર ખરેખર ગાય માતાની દરકાર રાખે છે.? રાજ્ય સરકારે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતને એક ગાયના નિભાવ માટે માસિક ખર્ચ પેટે 900 રૂપિયા આપવામાં આવશે. અને આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે. જો કે આ યોજનાનો સંપુર્ણ અમલ થઈ શક્યો નથી.
સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી
ગાયના નામે મત મેળવનારી સરકારે ગાયના પાલકો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ યોજના માટે સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પરંતું તેમાંથી અડધા રૂપિયા પણ વપરાયા નથી. ગાયના પાલન માટે સરકારી સહાય મેળવવા જતા ખેડૂતો પાસે એટલા બધા ડોક્યુમેન્ટસ માંગવામાં આવે છે કે તે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. અંતે આ ખેડૂતો નિરાસ થઈને સહાય મેળવવાનો વિચાર પડતો મુકે છે. જોવા જેવી બાબત તો એ છે કે રાજ્યની 45 લાખ જેટલી ગાયોમાંથી એક લાખ જેટલી દેશી ગાયોના માલિકોને જ આર્થિક સહાય આપવાની હતી તેમ છતાં પણ આ મદદ પશુપાલકોને પુરતા પ્રમાણમાં મળી શકી નથી.