'સરકાર MSP પર વટહુકમ લાવે', કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની આજે ચોથા રાઉન્ડની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 18:31:37

પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે. ખેડૂત નેતાઓએ MSP પર વટહુકમ લાવવાની પણ માંગ કરી રહ્યા છે. આજે ખેડૂત નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. અગાઉની ત્રણ બેઠકો નિષ્ફળ રહી હતી. MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી અને કાયદાકીય માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે.


વટહુકમથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી-પંઢેર


પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ છે. આજે અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તે આ મુદ્દે ચર્ચા કરશે. સરકારે આ અંગે વટહુકમ લાવવો જોઈએ. અમે તેનાથી ઓછું કંઈ સ્વીકારતા નથી.


આજે સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે વાતચીત


સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા જેવા ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સાથે બેઠક કરશે.


 પંજાબના 7 જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ ઠપ


ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના સાત જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. પટિયાલા જિલ્લાના શંભુ, જુલ્કન, પાસિયાન, પટડાં, શુતકરાણા, સમાના, ઘનૌર, દેવીગઢ અને બલભેરા અને એસએએસ નગર જિલ્લાના લાલરુમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. 


હરિયાણામાં 19 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ


હરિયાણા સરકારે શનિવારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ પરના પ્રતિબંધને બે દિવસ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હાલમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ 19 ફેબ્રુઆરી સુધી અમલમાં છે.


 હરિયાણાના ખેડૂતોએ આપી ચીમકી


જો આજે સાંજે પંજાબ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે સરકાર સાથેની બેઠક નિષ્ફળ જશે તો હરિયાણાના ખેડૂતો પણ સંપૂર્ણપણે રસ્તા પર આવી જશે. તમામ ખેડૂત સંગઠનો, ખાપ પંચાયતો અને અન્ય સંગઠનો એક થઈને એક મોટી લડાઈ લડશે અને તેમની માંગણીઓ પૂરી કર્યા બાજ જ પરત ફરશે. આ વખતે દિલ્હીના ખેડૂતોનો પણ સાથે લેવામાં આવશે, જેમના દ્વારા દિલ્હીને ઘેરવામાં આવશે. રાજ્ય વતી આ લડાઈ BKU પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં લડવામાં આવશે, જ્યારે દિલ્હીની ખાપ પંચાયતો અને ત્યાંના ખેડૂતો સાથે આંદોલનની રણનીતિ ધનખર ખાપના વડા. ડૉ. ઓમપ્રકાશ ખનખરના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિ દ્વારા બનાવવામાં આવશે. આ જાહેરાત આજે રવિવારે બ્રહ્મસરોવરના કિનારે કરવામાં આવી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...