રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારની મોટી જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 21:35:14

રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોના હિતમાં સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે, આવા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન, સિનિયોરીટી, હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.


શરતોને આધીન મંજૂરી 


રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, રાજયની બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં વિભાગના તા.25/08/2005ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકને તેઓની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને બઢતી,  પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે સેવા તરીકે નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે. આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ અને નિવૃત્તિ લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે, આ વિવાય અન્ય કોઇપણ પ્રકારના સેવાકીય/નાણાકીય લાભ મળવા પાત્ર થશે નહીં.


આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણે પગાર બાંધણી થતાં નક્કી થતાં પગારનો તા.31/03/2019સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ તફાવત [એરીયસ] રોકડમાં કે અન્ય કોઇપણ રીતેચૂકવવા પાત્ર થશે નહી. અર્થાત તા.31/03/2019 સુધીના સમયગાળા માટે આ ગણતરીમાં નોશનલ કરવાની રહેશે તેમજ તા. 31/03/2019 સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવા પાત્ર થશે નહીં. આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇ પણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં.


પેન્શન યોજના અંગે સ્પષ્ટતા


જે અધ્યાપક સહાયકોને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુ પડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલી પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવામાંઆવશે નહીં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?