ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને પરમિટ અંગે નવા નિયમો જાહેર, સરકારે ગાઈડલાઈન્સની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-31 13:02:35

ગુજરાત સરકારે ગિફ્ટ સીટીમાં દારૂ પીવા અંગે છૂટછાટ જાહેર કર્યા બાદ હવે દારૂના પરમિટ અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. ગુજરાતના સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા હતા. ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પીવા અને વેચી શકાય તે માટે શું છે નવી શરતો અને નિયમો તે અંગે આવો જાણીએ. 


શું છે નવા નિયમો?


લાયસન્સ ધરાવતી હોટેલો , રેસ્ટોરન્ટ કે ક્લબમાં આવેલા ગ્રાહકે ખરીદેલો દારૂ બોટલમાં બાકી રહે તો તે બીજા ગ્રાહકને વેચી શકાશે નહિ , પણ હોટેલે જ તેનો નાશ કરવો પડશે . બીજું કે , ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસોના અધિકારીઓ-કર્મચારીઓ કે માલિકોને બે વર્ષની દારૂ પીવાની પરમીટ આપવામાં આવશે .જેની વાર્ષિક ફી રૂ. 1000 ભરવી પડશે,વળી આ પરમીટને દર બે વર્ષે રિન્યૂ કરાવવી પડશે . હવે આખા ગુજરાતના લોકોને એક મહત્વનો પ્રશ્ન કેટલાય દિવસોથી સતાવી રહ્યો છે કે ગિફ્ટ સિટીમાં જનાર મુલાકાતીઓનું શું ? તો મુલાકાતીઓ માટે સારા સમાચાર એ છે કે , મુલાકાતીઓને જે પરમિટ અપાશે તેની ફી એટલે જે કોઈ રૂપિયા નહીં ભરવા પડે , પરંતુ મુલાકાતીઓની પરમિટ  હંગામી એટલેકે , એક દિવસની રહેશે , અને આ પરમિટ ગિફ્ટ સિટીની ઑથોરિટી પાસેથી લેવાની રહેશે. અહીં સૌથી મહત્વનો પ્રશ્નએ છે કે , જો મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાંથી પી ને ગિફ્ટ સિટીની બહાર પોલીસ દ્વારા પકડાય તો, પોલીસને પોતાની હંગામી પરમિટ અને ગિફ્ટ સિટીની હોટેલમાંથી પીધેલા દારૂનું બિલ બતાવી મુક્તિ મેળવી શકે છે . 


રેસ્ટોરન્ટ અને બાર માટેનું લાયસન્સ


હવે જો વાત કરીએ, રેસ્ટોરન્ટ અને બારનું સાયસન્સ મેળવવા અંગેની તો આની સમય મર્યાદા 1થી લઈને 5 વર્ષ માટેની રહેશે. ઉપરાંત અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે રૂ 2 લાખ પરમિટ ફી તરીકે વાર્ષિક અને રૂ 1 લાખ નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરવાના રહેશે. આ લાઇસન્સની ખાસિયત એ છે કે , અન્ય કોઈ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર નહીં થઈ શકે. એક વાતની ખાસ નોંધ લેવાની રહી કે, આ લાઇસન્સ ધારક નિયમભંગ કરે તો, લાઇસન્સ રદ થશે અને તેની પાસેનો દારૂનો જથ્થો ત્વરિત નશાબંધી અને આબકારી ઈન્સ્પેક્ટરને જમા કરાવવાનો રહેશે અને તેનું વેચાણ નહીં કરી શકાય . 


ગિફ્ટ સિટીના અધિકારીની શું સત્તા રહેશે?

 

ગિફ્ટ સિટીના MD એટલે કે મૅનેજિંગ ડિરેક્ટર પરમિટ ઈસ્યુ કરનારા અધિકારીની નિયુક્તિ કરશે અને તેની જાણ નશાબંધી ખાતાને કરશે, આ જ અધિકારી ગિફ્ટ સિટીની કંપની અને કચેરીઓમાં કામ કરતા કોઈ એક્ઝીક્યટિવને ભલામણ અધિકારી તરીકે નીમશે. તેમણે ટેમ્પોરરી પરમિટની નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે, જો લાઇસન્સધારક હોટેલ કે પરમીટ ધારક નિયમોનો ભંગ કરે તો , તેની જાણ સરકારના નશાબંધી અને આબકારી વિભાગને કરશે, આ ઉપરાંત કંપનીના અધિકારી દારૂની પરમીટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરશે તો તેની જાણ ત્વરિત સરકારને કરવી પડશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?