ડીસાના પીઢ નેતા ગોવાભાઇ રબારી કોંગ્રેસને કરશે બાય બાય? સી આર પાટીલ સાથે બેઠક કરી હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-06-07 18:39:04

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ભાજપે કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં ખેંચવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધ પક્ષોના પ્રભાવશાળી નેતાઓને ભાજપમાં લેવા માટે રીતસર નેતાઓનું ભરતી અભિયાન જ શરૂ કર્યું છે. જેમ  કે કોંગ્રેસના અગ્રણી નેતા ઉદય સિંહ ચૌહાણને કેસરીયો ખેસ પહેરાવવામાં ભાજપ સફળ રહ્યું છે. તે જ પ્રકારે ડીસાના એક અગ્રણી કોંગ્રેસી નેતા પર પણ ભાજપની નજર છે. પાર્ટી વર્તુળોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના પીઢ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.


ગોવાભાઈ રબારીની પાટીલ સાથે બેઠકની ચર્ચા

 

કોંગ્રેસના પીઢ નેતાઓમાં ગોવાભાઈ રબારીની ગણતરી કરવામાં આવે છે. ગોવાભાઈ રબારી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. ગોવાભાઈ રબારી ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડે તેવી સંભાવના છે. ગોવાભાઈની પાટીલ સાથે ગઈ કાલે બેઠક થઇ હોવાની ભારે ચર્ચા ઉઠી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.


ગોવાભાઈની રાજકીય સફર 


ગોવાભાઈ રબારી અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગોવાભાઈ છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં લડ્યા હતા જેમાં તેમને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે.  ગોવાભાઈ રબારીએ વર્ષ 2022ની ચૂંટણીમાં  તેમના પુત્ર સંજય રબારીને વિધાન સભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યો હતો. જોકે ભાજપના ઉમેદવાર પ્રવિણ માળી સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.


સંજય રબારીને ટિકિટ મળતા થયો હતો વિરોધ


વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ડીસા વિધાનસભા ઉપર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના અન્ય ટિકિટના દાવેદરોમાં ભારે નારાજગી ભભૂકી ઉઠ્યો હતો. જેને લઈને ડીસા વિધાનસભાના નારાજ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પિનાબેન ઘાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ અને કૈલાસબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પૂર્વ ચેરમેન પોપટજી દેલવાડીયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઇ, દીપકભાઈ પટેલ, મુકેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકાના સભ્ય ડો.ભાવિબેન શાહ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?