ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ગુજરાતમાં પોતાની પાર્ટી મજબૂત બને તે માટે દરેક પાર્ટી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. પ્રચાર દરમિયાન દરેક પાર્ટી બીજી પાર્ટી પર આરોપો લગાવતી હોય છે. ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપ અને ભાજપ વચ્ચે ઘણા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હાલ ગોપાલ ઈટાલીયાનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાન મોદી માટે અપશબ્દ વાપર્યો હતો. જેને કારણે ફરી એક વખત ભાજપ અને આપ વચ્ચે વિવાદ સર્જાયો છે.
ઈસુદાન ગઢવીએ ગોરધનભાઈ પર કર્યા પ્રહાર
ભાજપ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં ભાજપે આપના કાર્યકરોને ચેતવણી આપવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ ગોરધન ઝડફિયા પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા કહ્યું કે ગોરધનભાઈ ભાજપમાં ના હોત તો આજે એમને પણ મહિલા આયોગની નોટિસ આવત કે પીએમ વિરુદ્ધ આવું બોલો છો? અને ભાજપના પાટીદાર નેતા એમની વિરુદ્ધ પ્રેસ કરીને કહેત કે આ ભાષા પીએમ વિરૂદ્ધ યોગ્ય નથી. હવે એ ભાજપના ખેમામાં છે એટલે સેફ છે.