ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા સામે વીડિયો વોર ચલાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની સભાનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરી ભાજપને ભરાવી તો આપના ગોપાલ ઇટાલિયા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ જૂનો વીડિયો વાયરલ કરી વિવાદ ઉભો કરનાર ભાજપ હવે ખુદ એક જૂના વીડિયોમાં ભરાઈ છે. ગોરધન ઝડફિયાના આ જુના વીડિયો અંગે ભાજપ હવે શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું છે.
#NarendraModi અને #bjp ને ખુલ્લી ચેતવણી આપતો ગોરધન ઝડફિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ.
ગોરધન ઝડફિયાએ 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર જાહેરમાં સાબિત કરવાની નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી રહ્યા છે. #gordhanzadfiya #viral #gpp #viralvideo #Gujarat pic.twitter.com/KzRHGNJLqi
— Jamawat (@Jamawat3) October 11, 2022
ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ
#NarendraModi અને #bjp ને ખુલ્લી ચેતવણી આપતો ગોરધન ઝડફિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ.
ગોરધન ઝડફિયાએ 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર જાહેરમાં સાબિત કરવાની નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી રહ્યા છે. #gordhanzadfiya #viral #gpp #viralvideo #Gujarat pic.twitter.com/KzRHGNJLqi
ભાજપના કદાવર નેતા અને કમલમમાં બેસી સંગઠનમાં કામગીરી કરતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપને 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. એટલું જ નહીં ગોરધન ઝડફિયા તેમના આરોપના સમર્થનમાં તેમની પાસે 1200 પાનાના દસ્તાવેજો હોવાની હામી ભરી રહ્યાં છે. આ જ નેતા આજે ભાજપમાં બેસી મોદી અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે. ગોરધન ઝડફિયાનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે ભાજપ કે નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ખુલ્લેઆમ ચર્ચા કરવા આવે. તેમની પાસે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના 1200 પાનાનો દસ્તાવેજ છે.