ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે AAP એક બાદ એક ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.'राजनीति में युवाओं की भागीदारी ज़रूरी है। गुजरात में हमारे प्रदेश अध्यक्ष एवं लोकप्रिय युवा श्री गोपाल इटालिया को सूरत की कतारगाम विधानसभा से ओर प्रदेश महामंत्री श्री मनोज सोरठिया को करंज विधानसभा से गुजरात की जनता चुनाव लड़ाएगी, दोनों युवाओं को मैं शुभकामनाएँ देता हूँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 9, 2022
AAPએ અત્યાર સુધી 12 લિસ્ટ જાહેર કરી
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 158 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં બીજા બે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે એટલે હવે કુલ 160 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ચાર એવાં દિગ્ગજ ચહેરા છે કે જેઓને AAPએ સુરતની જ 4 બેઠકો પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે, મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે, અલ્પેશ કથીરિયાને વરાછાની બેઠક પરથી ટિકિટ લડશે જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.