પોસ્ટર લગાવી ગોપાલ ઈટાલિયાએ મતદારોનો માન્યો આભાર


  • Published By :
  • Published Date : 2022-12-10 11:40:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. કોંગ્રેસે બહુ ઓછી સીટો જીતી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી છે. આપના મજબૂત ગણાતા ચહેરાઓ હારી ગયા છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છં - ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 55713 મતો આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે લખ્યું કે હું મારા જીવનની પ્રથમ ચૂંટણી પુરા દમ અને જુસ્સો સાથે લડ્યો. આ ચૂંટણીમાં મને સાથ આપનાર તમામ લોકોનો આભાર માનું છું. લોકોએ આપેલા જનાદેશને હું શીરોમાન્ય રાખું છું.

મતદારોનો આભાર માનતા પોસ્ટરો લગાવાયા 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 156 સીટો જીતી ભાજપે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ અનેક સીટો પોતાના કબજો કર્યો છે. ત્યારે કતારગામથી લડી રહેલા ગોપાલ ઈટાલિયાએ તેમને મત આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. અને ઠેર-ઠેર ગોપાલ ઈટાલિયાએ આપના કાર્યકરો સાથે મળી કતારગામની જનતાનો આભાર માનતા પોસ્ટરો લગાવ્યા છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.