પોલીસ કેદમાંથી છુટ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:48:03


ગોપાલ ઇટાલિયાને નવી દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને આજે 3 કલાક લાંબી પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.


 છૂટયા બાદ ગોપાલ ઇટાલિયાએ શું ક્હ્યું?     

                                             

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ધરપકડ બાદ કહ્યું કે મને કોઈ જ નોટિસ હજુ સુધી મને મળી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને નોટિસની ખબર પડી તેમ છતાં કાયદામાં માનનાર અમે હાજર થયા હતા.  મહિલા આયોગ સામે મારી વાત રાખવા માટે હું આવ્યો હતો.  ત્યાં પહોંચ્યા અને મારી સાથેના મારા વકીલને રોકવામાં આવ્યા.  મને રોકીને કહેવામાં આવ્યું તમારે એકલાએ જ આવવું પડશે. આમ વકીલને સાથે લઈ જવા દેવામાં આવ્યા ન હતા. વધુમાં તેમણે કહ્યું " મને ખુબ ધમકાવાયો, ડરાવાયો. તુ શું સમજે છે. તને પોલીસ સ્ટેશને મોકલી દઇશ ત્યાર બાદ પોલીસને કમિશને બોલાવી લીધા શું વાત થઈ તેમની વચ્ચે એ મને તો કઈ જ ખબર નથી આ દરમિયાન કોઈ છોકરી સતત મારો વીડિયો લઈ રહી હતી. જેમને પૂછતાં કહ્યું કે ઓફિશિયલ છે તો કહે હા..મારે આની એક કોપી જોઈએ છે.  પછી બધા લોકો મળીને મને ધમકાવવા લાગ્યા. જે મામલે મને લઈ જવામાં આવ્યો હતો રે મામલે કઈ કહેવામાં આવ્યું ન હતું. આ સમગ્ર ઘટનામાં નોટિસને લઈને મહિલા આયોગને કોઈ રસ નહતો. તેમનો રસ ફક્ત મને ધમકાવવા અને ગાળો આપવામાં હતો.

મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી    


આ ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધમાં ઉભો થયો છો. ભાજપ પાટીદારોથી ખુબ નફરત કરે છે. પાટીદાર યુવાઓનો પર ભાજપે ગોળીઓ ચલાવી જે બચી ગયા તેવા હજારો યુવાનોને જેલમાં ભરીને કરિયર ખરાબ કર્યું. પણ પછી ભાજપને લાગ્યું કે આ પાટીદાર યુવાન ઈટાલિયા કેમ બચી ગયો.પાટીદાર સમાજથી ભાજપ નફરત કરી રહ્યાં છે એટલી હદે કે ગુજરાતથી મને ઉપાડી અને ઓખલા મોકલી દીધો. પૂરી ભાજપ મારી પાછળ પડી છે. હું શું છું. સામાન્ય યુવાન છું. ભાજપની માનસીકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તે પાટીદારને નફરત કરે છે. મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી."


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?