ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો વાઈરલ થવાની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 21:59:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભયંકર ટક્કર સોશિયલ મીડિયા પર જોવા મળી છે. નેતાઓના નિવેદનોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે. ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનો શોધવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનની ટ્વીટ શેર કરી ગોપાલના ભૂતકાળના નિવેદનથી તેમને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા પર કરી ટ્વીટ

યજ્ઞેશ દવેએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઈટાલિયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુસંસ્કાર દેખાય છે આ વીડિયોમાં"


વીડિયોમાં શું બોલી રહ્યા છે ગોપાલ ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયા આ વીડિયોમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી બોલતા દેખાય છે કે, ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નૌટંકી કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ તો ડિજિટલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પણ વોટ આપવા માટે હું દિલ્લીથી દોડ્યા આવે છે." આ વીડિયોની અંદર અપશબ્દ માટે શોર્ટમાં વાક્ય બોલવામાં આવી રહ્યો છે. 


ગોપાલ ઈટાલિયાના વિવાદિત ઈતિહાસ વિશે ભાજપ મોટી ગેમ રમી શકે છે. કોલ રેકોર્ડિંગ આપ પણ પહેલા વાઈરલ થઈ ચૂક્યા છે અને તે તમામ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કથાકાર સાથે વાત કરતા હોય, કર્મકાંડ પર વાત કરી રહ્યા હોય, જાતપાત, ભગવાન જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લે આમ વાત કરતા જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂના રેકોર્ડિંગને ભાજપ હિરોશીમા-નાગાસાકી પર ફેંકેલા બોમ્બની જેમ વાપરશે તેવું આ ટ્વીટ પરથી દેખાઈ રહ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?