ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોને અનેક વાયદા અને ગેરેન્ટી આપે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ops ને પંજાબમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના સૌ કર્મચારી મિત્રોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે.
શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ????
ગોપાલ ઇટાલિયાએ કહ્યું "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’લાગુ કરવામાં આવશે.સરકાર અને જનતાની વચ્ચેની પાવરફુલ કડી સરકારી કર્મચારી છે એટલે ચૂંટણી સમયે આપેલી ગેરેંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી જાણીતી પાર્ટી છે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે ગુજરાતમાં કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન, ધરણાઓ, રેલી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના અને કેન્દ્રના મંત્રીઓ કેજરીવાલજીને અપશબ્દો કહે છે, આતંકવાદી કહે છે, ઠગ કહે છે પરંતુ અરવિંદ કેજરીવાલ તો કમો એ નિર્દોષ, નિખાલસ, સરળ અને સહજ સ્વભાવનો, ભગવાનો માણસ છે
તેમણે વધુમાં કહ્યું પંજાબની આમ આદમી પાર્ટી સરકારે નિર્ણય કર્યો છે અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે જેથી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી પંજાબના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. હું પંજાબના તમામ કર્મચારીઓની શુભેચ્છાઓ પાઠવું છું. આ ગુજરાતની અંદર પણ શક્ય છે. અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.