ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, કહ્યું જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 18:54:31

મોરબીમાં બનેલી દુર્ઘટના પર અનેક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે આ ઘટના માટે ભાજપ જવાબદાર છે. ઈટાલિયાએ કહ્યું કે મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનાર જનતાને બદલામાં મોત મળ્યું.   


ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે - ઈટાલિયા 

હાલ ગુજરાતમાં માત્ર મોરબીમાં બનેલી દુર્ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પર ચર્ચા કેમ ન થાય. અનેક લોકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ બાળકો  આ ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી એકદમ આક્રમક બની છે. આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓની ઘટના બની રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂજાય છે. પરંતુ કોઈનું કાંઈ નથી થતું.

  

કમિટી બને છે પરંતુ પરિણામ નથી આવતું - ઈટાલિયા 

ઘટનાની તપાસ માટે સરકાર કમિટીની રચના કરે છે. તેની ઉપર ટિપ્પણી કરતા ઈટાલિયાએ કહ્યું કે આજ સુધી કઈ કમિટીએ તીર મારી લીધા? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા સમિતી બની, પાટીદાર આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં પેપરલીક કાંડમાં તપાસ માટે કમિટી બની પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. 


દરેક ઘટનાનો દોષ આખરે જનતા પર નખાય છે - ગોપાલ

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ન કરવી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી સલાહ આપનાર લોકો જ રાજકારણ કરે છે. આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. દરેક ઘટનાનો દોષ આખરે તો જનતા પર નખાય છે.   ,            




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?