ગોપાલ ઈટાલિયાએ કવિતાને બનાવી હથિયાર, પેપર કાંડ મુદ્દે સરકાર પર કર્યા કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-01-29 14:01:28

રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હડકંપ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં ઉમેદવારો જબરદસ્ત ધરણા અને પ્રદર્શનો કરી રહ્યા છે. એક પરીક્ષા પણ સારી રીતે યોજવામાં નિષ્ફળ ભાજપની સરકાર પર ચારે બાજુથી માછલા ધોવામાં આવી રહ્યા છે. પરીક્ષાર્થીઓની સાથે સાથે-સાથે વિરોધ પક્ષોએ પણ સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કવિતા લખીને તેમની વ્યથા વર્ણવી છે. 


પેપર લીક કાંડ મુદ્દે ઈટાલિયાએ કવિતા લખી


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કવિતા લખીને ભાજપની સરકારની મનસુફી પર મર્મવેધક કટાક્ષ કર્યો છે. ગોપાલ ઈટાલિયા તેમની કવિતાનો પ્રારંભ જ 'અમે તો ભાજપવાળા ભાઈ'થી કરે છે. ગળું ફાડીને રોષ વ્યક્ત કરવાને બદલે ગોપાલ ઈટાલિયાએ કવિતાનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. ગોપાલ ઈટાલિયાની આ કવિતા હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.