સુરતમાં ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ જામીન પર છુટકારો, જાણો મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-04-17 21:23:14

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદાસ્પદ કોમેન્ટ બદલ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરાઈ હતી. પ્રતાપ જીરાવાલા (ચોવટિયા) નામની એક વ્યક્તિએ ગોપાલ ઈટાલિયા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, પૂછપરછ બાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો. 


ગોપાલ ઈટાલિયા સામે FIR શા સામે?


સુરતના પ્રતાપ જીરાવાલા (ચોવટિયા ) નામની એક વ્યક્તિ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી.


શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ?


ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો, ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાન્ચનું એવું કહેવું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુભાઈ ગઈ છે. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો વાપર્યા છે. જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપના કાર્યકર્તા માને છે, એમણે એવી ફરિયાદ આપીં છે અને તે અનુસંધાને પોલીસે મારી ધરપકડ કરી છે, કેમ કે જામીનપાત્ર ગુનો છે, જેથી મને ક્રાઈમ બ્રાન્ચથી જામીન આપવામાં આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?