Gopal Italiaએ Chaitar Vasava કેસને લઈ આપી અપડેટ, કહ્યું કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 13:25:27

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી ફરાર છે. પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તે પોલીસ પકડની બહાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. થોડા દિવસો પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે તે ચૈતર વસાવાના પત્ની છે એટલે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા કેસની અપડેટ લેવા જ્યારે જમાવટની ટીમે આપના નેતા ગોપાલ ઈટાલિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને કેસને લંબાવી રહી છે. કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર છે. ચૈતર વસાવાને ક્યારે હાજર કરવા તે અંગે પણ ગોપાલ ઈટાયિલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

આગોતરા જામીનને કોર્ટે ફગાવી   

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. નર્મદાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હતી.   ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


અનેક દિવસોથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે. અનંત પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીએ ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે 15 દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?