ગુજરાતમાં હવે ચૂંટણી પહેલાં આરપારની લડાઈ ચાલુ થઈ છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે હવે આપના વધતા જતા વર્ચસ્વ વચ્ચે પોલીસની એન્ટ્રી થઈ છે. ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો સામે આજે કાર્યવાહી થઈ હતી . જેમાં દિલ્હીથી ગોપાલ ઇટાલિયાની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ થોડા સમય પહેલાં જ ટ્વીટ કરી છે કે એનસી ડબ્લયુંના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકારે પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી. મને જેલમાં નાખો. તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યાં છે. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓ સામેના વીડિયો મામલે કાર્યવાહી થઈ હોવાની ચર્ચાઓ છે.
ગોપાલ ઇટાલિયાનો એક બીજો વિડિયો પણ વાઇરલ થયો હતો !!!
ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડે છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા નજરે પડે છે કે, મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે. કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓને સંબોધન કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.