મહીસાગર જિલ્લામાં ગૂગલ મેપથી જમીન માપણીમાં છબરડા, ખેડૂતો વચ્ચે કજિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-04-06 22:22:16

ગુજરાતમાં ગૂગલ મેપની મદદથી થતી જમીન માપણીના કારણે ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર વધી રહ્યા છે. ગૂગલ મેપના કારણે મહીસાગર જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, ગૂગલ પર ખેડૂતોને પોતાના ખેતરનો નકશો અને સરકારે તૈયાર કરેલો ખેતરનો નકશો સાવ અગલ આવતા ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે.


ખેડૂતોના સર્વે નંબર બદલાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામમાં જે જમીનનો સર્વે ગૂગલ મેપથી કરવામાં આવ્યો છે. જેમાં જમીનોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


ખેડૂતોની જમીનોનું બારોબાર વેચાણ


ખેડૂતોની જમીનોના સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લેભાગુઓ દ્વારા કેટલીક ખેતીની જમીનો બારોબાર વેચી મારતા ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોની મુખ્ય રસ્તા ઉપર આવેલી મોંઘીદાટ જમીનો વેચાઇ ચૂકી છે. ગૂગલ મેપથી માપણી બાદ અનેક જમીનોની અદલાબદલી થઈ જતાં મોટી-મોટી ખેતીની જમીનો અન્ય ખેડૂતના નામે થઈ ગઈ છે.


રજુઆત છતા સમસ્યા યથાવત


સજ્જનપુર ગામનો મુખ્ય સરકારી રસ્તો, તળાવો પણ ગૂગલ મેપથી માપણી બાદ અદલાબદલી થઈ જતાં સરકારી જમીનો પણ અન્ય ખેડૂતોના નામે થઈ ગઈ છે. ત્યારે મૂળ જમીન માલિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફરી માપણી કરાવી અમારી જમીનો પરત મેળવવા માંગ કરી રહ્યા છે. પરંતુ નખરોળ તંત્ર ખેડૂતોની વાત સાંભળતું જ નથી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...