ગૂગલે જેમના જન્મદિને ખાસ ડૂડલ બનાવીને યાદ કર્યા તે ઝરીના હાશ્મી કોણ છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-16 18:16:17

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કળા આંદોલનોના કારણે ઓળખવામાં આવે છે.


અલીગઢમાં થયો હતો જન્મ


ઝરીના રશીદનો જન્મ 16 જુલાઈ, 1937ના રોજ ભારતના નાના શહેર અલીગઢમાં પાંચ બાળકોમાં સૌથી નાની પુત્રી તરીકે થયો હતો, ઝરીના રશીદના પિતા શેખ અબ્દુર રશીદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તેમની માતા ફહમીદા બેગમ એક ગૃહિણી હતી. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં ભારતના ભાગલા સુધી સુખી જીવન જીવી રહ્યા હતા પરંતું ભાગલાના કારણેના ઝરીનાના પરિવારને દુ:ખદ રીતે પાકિસ્તાનમાં કરાચી જવાની ફરજ પડી હતી.


21 વર્ષની ઉંમરે થયા લગ્ન 


ઝરીના હાશ્મીએ 21 વર્ષની ઉંમરે એક યુવાન ફોરેન સર્વિસ ડિપ્લોમેટ સાથે લગ્ન કર્યા અને દુનિયાની મુસાફરી શરૂ કરી હતી. તેમણે બેંગકોક, પેરિસ અને જાપાનમાં સમય વિતાવ્યો હતો, જ્યાં તેઓ પ્રિન્ટમેકિંગ અને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ચળવળોમાં સામેલ થયા હતા.


નારીવાદી ચળવળમાં જોડાયા


ઝરીના હાશ્મી 1977માં ન્યૂયોર્ક સિટીમાં રહેવા ગયા, જ્યાં તેમણે મહિલાઓ અને કલાકારો માટે મજબૂત ચળવળકાર બનવાનું નક્કી કર્યું. તેઓ ટૂંક સમયમાં હેરેસીસ કલેક્ટિવમાં જોડાઈ ગયા હતા, જે એક નારીવાદી સામયિક છે જેણે કલા, રાજકારણ અને સામાજિક ન્યાય વચ્ચેના સંબંધોની તપાસ કરી. આ પછી, તેમણે ન્યૂયોર્ક ફેમિનિસ્ટ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. જ્યાં મહિલા કલાકારોને સમાન શિક્ષણની તકો પૂરી પાડવામાં આવતી હતી.


વુડકટ્સ અને ઇન્ટેગ્લિયો પ્રિન્ટ્સથી મળી ઓળખ


મિનિમલિઝમ આર્ટ ચળવળનો એક ભાગ એવા હાશ્મી આંતરરાષ્ટ્રીય સ્તરે તેના આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સ માટે જાણીતી છે, તેઓ જ્યાં રહેતા હતા તે ઘરો અને શહેરોની અર્ધ-અમૂર્ત છબીઓને આકર્ષક વૂડકટ્સ અને ઇન્ટાગ્લિયો પ્રિન્ટ્સથી જોડે છે. તેમના કામમાં ઘણીવાર તેમના મૂળ ઉર્દૂમાં શિલાલેખો અને ઇસ્લામિક કલાથી પ્રેરિત ભૌમિતિક તત્વોનો સમાવેશ થતો હતો. સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, વ્હિટની મ્યુઝિયમ ઑફ અમેરિકન આર્ટ, સોલોમન આર. ગુગેનહેમ મ્યુઝિયમ અને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ સહિત અન્ય જાણીતી ગેલેરીઓમાં ઝરીનાની કળા સંગ્રહિત કરવામાં આવી છે. 25 એપ્રિલ, 2020ના રોજ અલ્ઝાઈમર રોગને કારણે લંડનમાં તેમનું અવસાન થયું હતું.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..