ભારતના 74માં પ્રજાસત્તાક દિવસે ગુગલે તૈયાર કર્યું સુંદર ડુડલ, હેન્ડ કટ પેપર કળાને પ્રદર્શિત કરી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:08:47

જગવિખ્યાત સર્ચ એન્જિન ગુગલ વિવિધ પ્રસંગોએ ગુગલ ડુડલ બનાવી તેની ઉજવણી કરતું રહે છે. ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુગલે હેન્ડ કટ પેપર (હાથથી કાગળ પર બનાવામાં આવતું ચિત્ર) કળાને પ્રદર્શિત કરતું એક અદભુત ડુડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાો પાઠવી છે. આ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો અને સ્મારકોની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડને પણ પ્રતિબિંબિત કરતી સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર કરતબ કરતા જવાનો બતાવવામાં આવ્યા છે.


શબ્દને અનોખી રીતે લખવામાં આવ્યા 


હેન્ડ-કટ પેપર કળાને પ્રદર્શિત કરતા આ ડુડલની આગળ જ ગગલના  અંગ્રેજી સ્પેલિંગના શબ્દો 'જી' 'ઓ' 'જી' 'એલ' અને 'ઈ'ને અગ્રેજીની વર્ણમાણામાં લખ્યા છે.  ત્યાંજ રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપર એક વૃત સાંકેતિકરૂપે ગુગલના સ્પેલિંગના બીજા અક્ષર 'ઓ'ને પ્રતિબંધિત કરી રહ્યો છે. ગુગલની વેબસાઈટ પ્રમાણે "આજે ડુડલ ભારતનો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આ ડુડલને અમદાવાદના અતિથિ કલાકાર પાર્થ કોઠેકરને બનાવ્યું છે." 


એક વીડિયો પણ શેઅર કર્યો છે


ડુડલ બનાવવાનો એક વીડિયો પણ વેબસાઈટ પર શેઅર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કોઠેકર હાથથી ડુડલ બનાવતા જોવા મળી રહ્યા છે. કોઠેકરે કહ્યું હું ભારતનું એક ચિત્ર બતાવવા માંગતો હતો. વેબસાઈટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું આજનું આ ડુડલ જટિલ સ્વરૂપથી એક કાગળ પર બનાવવામાં આવ્યું. પ્રજાલત્તાક દિવસ પરેડની અનેક ક્ષણોને દર્શાવવામાં આવ્યું અને મોટરસાઈકલ પર સવાર જવાન સામેલ છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..