ગૂગલે શુક્રવારે મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા અભિનેત્રી અને પ્રથમ દલિત અભિનેત્રી પીકે રોઝીને તેમની 120મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મની રીલ્સથી સજાવવામાં આવ્યું છે. પીકે રોઝી કોઈ ફિલ્મમાં લીડ રોલ નિભાવનારી પ્રથમ અભિનેત્રી હતી, તેમની પહેલી ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો.1903માં કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી રોઝીને નાની ઉંમરમાં જ અભિનયનો શોખ હતો. વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તે 1928માં પ્રખ્યાત થઈ. તે પોતે દલિત સમાજમાંથી આવતી હતી અને ફિલ્મમાં તેણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
લોકોએ ઘર સળગાવ્યું હતું
ફિલ્મમાં એક સીન હતો જેમાં પુરૂષ નાયક તેના વાળમાં લગાવેલા એક ફૂલને ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેનું ઘર પણ સળગાવી દીધું. આટલું જ નહીં, રોઝીને પણ રાજ્ય છોડવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તે લોરીમાં તમિલનાડુ ભાગી ગયા, જ્યાં તેમણે તે જ લોરીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને 'રાજમ્મા' તરીકે સ્થાયી થયા.
Today's #GoogleDoodle honors the birthday of P.K. Rosy, the first female lead to be featured in Malayalam cinema.
Learn more about her life —> https://t.co/ONuLrtfseV pic.twitter.com/y2JZSYmeDs
— Google Doodles (@GoogleDoodles) February 9, 2023
મહાન યોગદાનને ભૂલાવી દેવાયું
Today's #GoogleDoodle honors the birthday of P.K. Rosy, the first female lead to be featured in Malayalam cinema.
Learn more about her life —> https://t.co/ONuLrtfseV pic.twitter.com/y2JZSYmeDs
તેમની ટૂંકી કારકિર્દી હોવા છતાં, રોઝીએ અનેક સામાજીક બંધનોની સીમાઓ તોડી નાખી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે અભિનયના ક્ષેત્રમાં જવું ખરાબ માનવામાં આવતું હતું. તેમના જીવનકાળ દરમિયાન સિનેમા ક્ષેત્રે તેમના યોગદાનની ક્યારેય નોંધ પણ લેવામાં આવી ન હતી, પરંતુ તેમની સંઘર્ષ કથા આજે પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.