ગુગલે ભૂપેન હજારીકાનું ડૂડલ બનાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:14:09

કોઈ પણ તહેવાર હોય કે કોઈ મહાન હસ્તીનો જન્મ દિવસ હોય, ત્યારે ગૂગલ પોતાના ડૂડલ બદલી તેમને યાદ કરે છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય સંગીતકાર ભૂપેન હજારીકાનો જન્મદિવસ છે. સંગીત શ્રેત્રના તેમના યોગદાનને યાદ કરવા ગૂગલે વિશેષ ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ગૂગલ ડૂડલમાં મહાન સંગીતકાર ભૂપેન હજારીકાને હાર્મોનિયમ વગાડાતા બતાવવામાં આવ્યા છે. ડૂડલ આર્ટિસ્ટ રૂતૂજા માલીએ બનાવ્યું છે.  


જમાવટ પર જાણીએ ભૂપેન હજારીકાની સફર

8 સપ્ટેમ્બર 1926ના રોજ અસમના સાદિયા ખાતે ભૂપેન હજારીકાનો જન્મ થયો હતો. હજારીકાજી પૂર્વોત્તર ભારતના પ્રમુખ સામાજીક સુધારકોમાંથી એક માનવા આવે છે. ગુવાહાટીમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કોલેજના સમયે સંગીત પ્રત્યેક તેમની રૂચી વધી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કંઠે મહારાજ પાસે થઈ હતી. પ્રાપ્ત થયેલી વિદ્યાનો ઉપયોગ પોતાની અસમિયા ગાયકીમાં કર્યો હતો. તેમણે અનેકો ફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. સંગીત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બિરદાવવા તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર હજારીકાના અનેક ગાયનો આજે પણ લોકો યાદ કરે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...