Odisha: ભારે વરસાદથી બચવા શ્રમિકોએ ટ્રેનની નીચે લીધો આશરો, માલગાડી અચાનક જ ટ્રેક પર સરકી, 7ના મોત


  • Published By :
  • Published Date : 2023-06-07 22:50:55

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલવે દુર્ઘટનાના પાંચ દિવસ બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે માલગાડી નીચે આવી જતા ઓછામાં ઓછા 7 શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ વચ્ચે આ શ્રમિકો ત્યા ઉભેલી ગુડ્સ ટ્રેન (માલગાડી)ની નીચે આશરો લીધેલો હતો. આ સંજોગોમાં ઓચિંતા જ એન્જીન વગરની ગાડી પાટા પર ચાલવા લાગી હતી અને શ્રમિકોને તેની નીચેથી નિકળવાની કોઈ તક મળી ન હતી.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે ઓચિંતા જ આંધી આવી હતી. કેટલાક શ્રમિકો નજીકમાં આવેલી રેલવે લાઈન પર કામ કરી રહ્યા હતા. અચાનક જ હવામાન ખરાબ થતાં ગાજવીજ અને સસવાટા મારતા પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેથી મજુરો આંધી અને વરસાદથી બચવા માટે માલગાડી નીચે બેસી ગયા હતા. આ માલગાડીમાં એન્જિન લાગેલું નહોતું અને તેજ પવનના કારણે ટ્રેનના ડબ્બા આગળની તરફ દોડવા લાગ્યા હતા. કમનસીબે મજુરો તેની ઝપેટમાં આવી જતા તેમના મોત નિપજ્યા હતા. 


વળતરની ઘોષણા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મજૂરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી છે. સીએમ  નવીન પટનાયકે અકસ્માતમાં ઘાયલ બે લોકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ આપ્યા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..