કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 224 સીટો માટે વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાઈ હતી. ત્યારે હાલ વલણમાં કોંગ્રેસને 128 સીટ, ભાજપને 67 સીટ મળી છે જ્યારે જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવી વાત એક્ઝિટ પોલમાં જોવા મળી હતી. કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે.
કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉજવણી!
કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવતા કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક હવન કરવામાં આવી રહ્યો છે કે તો ક્યાંક ઢોલ નગારા વગાડી પરિણામની ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેંગ્લુરૂ બોલાવ્યા છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાયક દળની બેઠક બોલાવામાં આવી છે. કર્ણાટકમાં 72.82 ટકા મતદાન થયું હતું. હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે.