હાલ ગુજરાતમાં વિધાનસભાસત્ર ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત ગૃહમાં કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શ્રમિકોના વેતનમાં કરાયો વધારો
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું કે કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રૂ. 9887.80 આપવામાં આવતું હતું તે વધારીને રૂ.12324 કરી દેવામાં આવી છે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રુ.9653.80 મળતું હતું જે વધારીને રૂ.11986 કરવામાં આવ્યું છે. જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા રૂ. 9445.80 મળતું હતું તેને વધારી દેવામાં આવ્યું છે. જે હવે રૂ. 11,752 આપવામાં આવશે.
ઉપરાંત કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને રૂ. 12012 આપવામાં આવશે જે પહેલા રૂ. 9653.80 આપવામાં આવતી હતી. અર્ધ કુશળ શ્રમિકોને હવેથી રૂ. 11752 આપવામાં આવશે જે પહેલા રૂ. 9445.80 આપવામાં આવતું હતું. બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા 9237.80 મળતું હતું તે વધારી રૂ. 11466 કરવામાં આવ્યો છે.
અનેક મુદ્દાઓને લઈ સરકારને પૂછાયા છે પ્રશ્ન
વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક મુદ્દાઓને લઈ સરકારને પ્રશ્નોને પૂછવામાં આવતા હોય છે. અનેક પ્રશ્નોના જવાબ સરકારે આપ્યા છે અને જવાબમાં આપેલા આંકકા ચોંકાવાનારા છે. કુપોષિત બાળકોને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષિત બેરોજગાર મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની કુલ મંજૂર કરવામાં આવી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.