સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, GSSSBની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-03 19:26:37

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 4300 જેટલી જગ્યાઓ માટે આવતીકાલે બપોરથી ઓનલાઇન ફોર્મ ભરવાનો આરંભ થશે, જે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.


22 કેડર માટે ભરતી જાહેર 


રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ મોટી સંખ્યામાં ભરતી અંગે જાહેરાત કરી હતી. જો કે ત્યારથી જ ઉમેદવારો આ ભરતીની રાહ જોવામાં આવી રહી હતી. લાંબા સમયથી મોટી સંખ્યામાં સરકારી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોની પ્રતીક્ષા આજે પુરી થઈ છે. ભરતી અંગે આખરે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત છે, જેમાં જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ફોર્મ ભરી શકાશે.


પરીક્ષા ફી રૂ. 500 નક્કી કરાઈ


રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટેના ફોર્મ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેની અંદર તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...