પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શુટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના પહેલા ભાગે સિનેમા હાઉસથી લઈ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી હતી. પહેલી ફિલ્મ એવા સ્ટેજ પર આવીને રોકાઈ જાય છે કે લોકોને બીજા ભાગની ઉતાવળ રહે, અને આજે એ ઉતાવળ ખતમ થવાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે પુષ્પા ધ રૂલ એટલે કે પુષ્પા 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે.
2023ના અંતમાં ફિલ્મ થશે રિલીઝ
પુષ્પા 2ની શુટિંગ માટે 22 ઓગસ્ટના રોજ એક પૂજા સમારોહ રાખવામાં આવ્યો હતો. પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એક વાર પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર દેખાડશે તેના માટે લોકો ઉત્સાહિત છે. ફેન્સને સસ્પેન્સમાં બનાવી રાખવા માટે ફિલ્મનિર્માતાઓએ કોઈ માહિતી શેર કરી ના હતી. પરંતુ અલ્લુ અર્જુન અલગ રૂપમાં નજર આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2023ના અંત સુધીમાં પુષ્પા ધ રૂલ થીયેટરની અંદર આવી જશે.