કેસર કેરીના રસીયાઓ માટે સારા સમાચાર, પોરબંદર માર્કેટ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીની આવક શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-28 22:35:00

ગુજરાતમાં કેસર કેરીના રસીયાઓ માટે પોરબંદરથી સારા સમાચાર આવ્યા છે. કેસર કેરીનો આસ્વાદ માણવાના શોખિનોને કદાચ ભરશિયાળામાં પણ તેમની મનગમતા ફળનો સ્વાદ માણવા મળશે. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જો કે આ કેરીના ભાવ પણ ઘણા ઉંચા છે.  જાહેર હરાજીમાં કેસર કેરીનો ભાવ 7000 રૂપિયા કિલો સુધી બોલાયો હતો. સામાન્ય રીતે કેરીએ ઉનાળુ ફળ છે અને ભર ઉનાળામાં જ જોવા મળે છે. જો કે આ વખતે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડી વચ્ચે પણ કેરીની આવક શરૂ થતા વેપારીઓમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બર મહિનામાં કેરીની યાર્ડ ખાતે આવક થઇ હોય તેવું યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જ્યારે ખેડુતો આને કુદરતનો કરિશ્મો બતાવી રહ્યા છે. ખેડુતોએ કહ્યું દેશમાં આવું પહેલીવાર બન્યું છે.


પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ


ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની પોરબંદર માર્કેટ યાર્ડમાં આવક શરૂ થઇ છે વર્ષોથી યાર્ડમાં ફળોના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાણાવાવની જાંબુવાનની ગુફા નજીકના ફાર્મમાં થી 2 બોક્સ કેરીની આવક થઇ હતી. જે બન્ને બોક્સ હરરાજીમાં કિલોના 700 લેખે વેચાયા હતા ઉલ્લેખનીય છે કે હજુ મોટા ભાગના આંબામાં મોર પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરીની હરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું એ સિવાય અન્ય એક વેપારીને ત્યાં પણ એક બોક્સ કેરી આવી હતી .જેનું રૂપિયા 600 ની કિલોના ભાવે વેચાણ થયું હતું. 


5 મહિના પહેલાં આંબા પર મોર આવ્યો હતો


પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. હાલ જિલ્લાના બિલેશ્વર, ખંભાળા, હનુમાનગઢ અને કાટવાણા તેમજ આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોમાં મબલખ કેરીનું ઉત્પાદન થાય છે.


શા માટે ભરશિયાળે કેસર કેરી?


ભરશિયાળામાં કેસર કેરીની આવક શરૂ થઈ તે અંગે પોરબંદરના એક બાગાયત અધિકારી બી.એ. અડોદરાનું કહેવું છ કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવિરગ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસા બાદ છેલ્લે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરીને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ અને બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીગ વહેલું જોવા મળ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?