જો તમે શેર બજારમાં પૈસા લગાવો છે કે પછી આઈપીઓમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સેબી દ્વારા આઈપીઓમાં પૈસા લગાવવાનો નવો નિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે શેર એલોટમેન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઓછામાં ઓછા સમયમાં જ શેર ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. આઈપીઓની લિસ્ટીગના માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. આઈપીઓના બંધ થવા એલોટમેન્ટ થવાના તુરંત થયા બાદ જ લિસ્ટિંગ થશે. સેબીએ ઓગસ્ટ દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે આઈપીઓની લિસ્ટિંગ ડેડલાઈન 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવશે.
રોકાણકારોને મોટી રાહત
સેબીઓ આઈપીઓ લિસ્ટિંગના દિવસોમાં ઘટડો કરતા રોકાણકારોને મોટો લાભ થયો છે. તેમના પૈસા હવે લાંબા સમય સુધી લોક-ઈન નહીં રહે. આ નિયમ લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક તમામ કંપનીઓને લાગુ પડે છે. રોકાણકારોના ડિમેટ ખાતામાં જો શેર નહીં આવે તો તેમને તરત જ રિફંડ મળી જશે, પહેલા તો રિફંડ મેળવવા માટે 4 દિવસ સુધી રાહ જોવી પડતી નથી. આ સાથે જ 1 ડિસેમ્બર 2023 બાદ તમામ કંપનીઓ માટે આ નિયમ અનિવાર્યપણે લાગું કરી દેવામાં આવશે.
સેબીએ શું કહ્યું?
સેબીએ આ પગલું એંકર ઈન્વેસ્ટરો, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટો, બ્રોકર, બેંકો સહિત તમામ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉઠાવ્યું છે. ટેસ્ટીંગ બાદ યોગ્ય જણાતા તેની પુષ્ટી કરવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ પગલાથી એ નક્કી થશે કે બેંકો, સ્ટોક એક્સચેન્જો, બ્રોકરો જેવાના સંસાધનોનો ઉપયોગ ઘટશે.