ઈન્ડિયા ગઠબંધન એક તરફ તૂટશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એસપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સીટોને લઈ જાહેરાત કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટો માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. યુપીમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સીટનું એલાન કરવામાં આવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે 11 સીટો પર ગઠબંધન કરવામાં આવ્યું છે તેની જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે..
નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે!
આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષની અનેક પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું હતું. ભાજપને હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ જ ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડી ગમે ત્યારે એનડીએમાં સામેલ થઈ શકે છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.
"Alliance with Congress on 11 seats in Uttar Pradesh, " tweets Samajwadi Party chief Akhilesh Yadav pic.twitter.com/m9utr4kmwR
— ANI (@ANI) January 27, 2024
કોંગ્રેસ અને સપા વચ્ચે થઈ ડીલ!
"Alliance with Congress on 11 seats in Uttar Pradesh, " tweets Samajwadi Party chief Akhilesh Yadav pic.twitter.com/m9utr4kmwR
— ANI (@ANI) January 27, 2024એવું લાગી રહ્યું હતું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે પરંતુ આજે ગઠબંધન માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશથી સામે આવ્યા છે. સીટોની વહેંચણીને લઈ સહમતી બની ગઈ છે તેવી જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે અને આ અંગેની જાણકારી અખિલેશ યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શનિવારે પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું- કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘ભારત’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ ઈતિહાસ બદલી નાખશે.