GSRTCના ફિક્સ પેના કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારવામાં આવે. 30 ટકા પગાર વધારવાની વાત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી. પોસ્ટ કાર્ડ પણ લખ્યા. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે જે નાણા વિભાગે 30 ટકાનો પગાર વધારો કરવા અંગેની મંજૂરી આપી દીધી છે. ભલે પગાર વધારાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ પગાર વધારો ક્યારે કરાશે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. મળતી માહિતી અનુસાર આ અંગેનો કોઈ ઓફિસિયલ લેટર બહાર નથી પાડવામાં આવ્યો.
પોસ્ટ કાર્ડ લખી સરકારને પોતાનું વચન કરાવ્યું યાદ!
થોડા સમયથી એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા. કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે. અનેક રજૂઆતો કરી, માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. તે બાદ તેમની માગણી સ્વીકારાઈ. પરંતુ સમય વીત્યા બાદ પણ આ અંગેની કોઈ અપડેટ સામે ન આવી હતી જેને લઈ કર્મચારીઓ માની રહ્યા હતા કે તેમને લોલીપોપ તો નથી આપવામાં આવીને? કોઈ અપડેટ સામે ન આવતા તેમણે પોસ્ટ કાર્ડ લખી સરકારને તેમનું વચન ફરી-યાદ કરાવ્યું હતું.
મંજૂરી તો આપી પરંતુ પગાર વધારો ક્યારે કરાશે તે એક પ્રશ્ન
ત્યારે એવી માહિતી સામે આવી છે કે નાણા વિભાગ દ્વારા આને લઈ મંજૂરી આપવામાં આવી ગઈ છે. 30 ટકા પગાર વધારા અંગેની મંજૂરી આપવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ પગાર વધારો ક્યારે મળશે? 2 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી કોઈ પગાર વધારો કરવામાં નથી આવ્યો. પગાર વધારાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ પગાર વધારો ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. આ અંગેનો ઓફિશિયલ લેટર જાહેર નથી કરવામાં આવ્યો. ત્યારે જોવું રહ્યું કે આ પગાર વધારો ક્યારે કરવામાં આવે છે.