દેશની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણની તબીયત બગડતા તેમને ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અચાનક તેમને ગભરામણની તકલીફ થઈ ગઈ હતી.
અત્યારે તબીયત સારી છે
દીપિકા પાદુકોણની તબિયત અત્યારે સારી છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીપિકા પાદુકોણના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દીપિકાની તબિયત હાલ સારી છે તેવા સમાચાર મળી રહ્યા છે.