ગોંડલના મસીતાળા ગામે વિધવાએ બે પુત્રીઓ સાથે કૂવો પૂર્યો, 30 વર્ષીય મહિલાના આપઘાતથી ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-20 21:29:17

રાજકોટના ગોંડલમાં એક મહિલાએ તેની બે પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરતા અરેરાટી મચી ગઈ છે. 30 વર્ષીય રાણી માલાણી નામની વિધવાએ પોતાની બે વર્ષીય રાજલ માલાણી અને વેજલ માલાણી નામની દીકરીઓ સાથે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મસીતાળા ગામની સીમમાં આવેલા કુવામાં ઝંપલાવી આતમહત્યા કરી હતી. આ મામલાની જાણ પોલીસને થતા ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કુવામાંથી માતા સહિત તેની બંને પુત્રીઓની લાશ ફાયર સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના સુલતાનપુર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બંને પુત્રી અને તેની માતા સહિત બંને મૃતક પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


શા માટે આત્મહત્યા કરી?


મા-દિકરીની આત્મહત્યા અંગે જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે રાણી બેનના લગ્ન અંદાજિત પાંચ વર્ષ પૂર્વે જૂનાગઢના પાદરીયા ગામ ખાતે થયા હતા. રાણીબેનના પતિએ પણ બે વર્ષ પહેલાં અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો, જેથી તે પોતાના પિયરમાં તેમના માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ સાથે મસીતાળા ગામ ખાતે રહેતા હતા. પિતા પશુપાલન દ્વારા દૂધનો વેપાર કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. મૃતકના પિયર પક્ષના લોકોએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, સવારના રોજ મૃતક રાણી માલાણી ઘરેથી પોતાની બંને પુત્રીઓને સાથે લઈ શૌચક્રિયા અર્થે બહાર જતી હોવાનું કહ્યું હતું. ત્યારે ઘરથી 100થી 150 મીટર દૂર આવેલા પંચાયતના કૂવામાં જઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. રાણી બેને સોમવારના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાની બંને પુત્રીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસ કયા સંજોગોમાં મહિલાએ આત્મહત્યા કરી તેને લઈને તપાસ હાથ ધરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?