'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે, સલમાન ખાનને પણ મારીશું: ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર


  • Published By :
  • Published Date : 2023-06-26 22:30:39

સલમાન ખાનના જીવને જોખમ છે, દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારએ ફરી એક વખત ધમકી સલમાન ખાનને મોતની ધમકી આપી છે. ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા સલમાનને ધમકી આપી હતી. ગોલ્ડીએ આ ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું- 'હા, મેં જ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરાવી છે. આ સાથે તેણે આનું કારણ પણ જણાવ્યું. આ સિવાય તેણે કહ્યું કે સલમાન ખાન પણ અમારા નિશાના પર છે, જો અમને તક મળશે તો અમે તેને ચોક્કસ મારીશું. ગેંગસ્ટર ગોલ્ડીએ સ્પષ્ટ કર્યું કે તે ખાલિસ્તાનને સમર્થન નથી કરતો. તેણે એમ પણ કહ્યું કે તેની આઈએસઆઈ અને ખાલિસ્તાન સાથે કોઈ મિત્રતા નથી.


સિદ્ધુ મુસેવાલાને શા માટે માર્યો?


સિદ્ધુ મુસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું છે. આ માટે ગમે તેટલું બલિદાન આપવું પડશે, અમે આપીશું, પરંતુ અમે જે જરૂરી હતું તે કર્યું છે. મુસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતા ગોલ્ડી બ્રારે કહ્યું, 'તે ખૂબ જ ઘમંડી અને બગડેલો હતો. તેની પાસે જરૂર કરતાં વધુ પૈસા હતા. રાજકીય પાવર અને પોલીસનો પાવર તેની પાસે જરૂરિયાત કરતાં વધુ હતો, જેનો તે દુરુપયોગ કરી રહ્યો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, 'તેણે અમારું કેટલુંક વ્યક્તિગત નુકસાન કર્યું છે, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.


'સલમાનને ચોક્કસ મારીશું'


અભિનેતા સલમાન ખાન અંગે, ગોલ્ડી બ્રારે કહ્યું, 'અમે તેને મારી નાખીશું, ચોક્કસ મારીશું. ભાઈ સાહેબ (લૉરેન્સ)એ તેને માફી માંગવા કહ્યું હતું, પરંતુ તેણે માફી નહોતી. જેમ કે અમે અગાઉ પણ કહ્યું છે. વાત માત્ર સલમાન ખાનની જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે, અમે તેને મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે.


દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધનો કર્યો ઈનકાર


દાઉદ ઈબ્રાહિમ સાથે સાઠગાઠ અંગે ગોલ્ડી બ્રારે કહ્યું કે ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે અમે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાણ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી. તેણે કહ્યું કે તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હરવિંદર સિંહ રિંડા સાથે વાત કરતો હતો. તેણે જ સિદ્ધુ મૂઝવાલાને સમાધાન કરાવ્યું હતું. તેણે કહ્યું કે તે ડ્રગ્સનો કારોબાર કરતો નથી પરંતુ તેણે પાકિસ્તાન કે હથિયારોની દાણચોરીનો ઇનકાર કર્યો નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?