29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા થઈ હતી. આ ઘટના બાદ હત્યાના મુખ્ય આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી સિંગરની હત્યા કરનાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી ધરપકડ કરી લેવામાં આવી છે. માનસાના જવાહરકે ગામમાં મુસેલાવાની હત્યા થઈ હતી. થાર જીપમાં બેસી જ્યારે તે જઈ રહ્યા હતા તે દરમિયાન 6 હુમલાવરોએ તેમને ઘેરી લીધા અને તે બાદ ફાયરિંગની ઘટના બની હતી.
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેના આરોપીને જલ્દી સજા મળે તે માટે તેના પિતાએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું. જેને કારણે તેમણે એક જાહેરાત પણ કરી કે જે પણ વ્યક્તિ બરાડની માહિતી આપશે તેને 2 કરોડ રૂપિયા આપશે. ગોલ્ડી બરાડને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હત્યા થયા બાદ ગોલ્ડીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.