સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જાણો શા માટે સતત વધી રહી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-10-16 20:39:02

વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 56 હજાર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 59 હજાર ચાલી રહ્યો છે. તે જ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવ તેજ ગતિથી વધી રહ્યા છે.    


સોનાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો


ગત શુક્રવારે સોનાના ભાવમાં 59, 408 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આજે સવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારા સોનાનો ભાવ 59, 209 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. જો કે બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 


ચાંદીનો ભાવ કેટલો વધ્યો?


એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારી ચાંદી 71,200 રૂપિયાના સ્તર પર ખુલી છે. જે ગત શુક્રવારે 71,287 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી. જ્યારે 5 માર્ચ 2024ને રોજ ડિલિવરી થનારી ચાંદીનો ભાવ 72,570  રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. 


શા માટે વધ્યા સોના-ચાંદીના ભાવ?


વિશ્વમાં અસ્થિતાનો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ લોહિયાળ જંગ શરૂ થઈ છે. આ જ કારણે રોકાણકારો તેમનું રોકાણ સુરક્ષિત મનાતા સોના અને ચાંદી તરફ ડાયવર્ટ કરી રહ્યા છે. આમ પણ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોના અને ચાંદીનો ભાવ વધે તે અવારનવાર જોવા મળ્યું છે, આવો જ ટ્રેન્ડ કોરોના કાળમાં પણ જોવા મળ્યો હતો.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.