સૌપ્રથમ વખત 10 ગ્રામનો ભાવ 60 હજારને પાર, ચાંદી પણ મોંઘી થઈ, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-20 16:41:23

મહિલાઓનું પ્રિય સોનું હવે સામાન્ય માણસની પહોંચથી દુર થઈ રહ્યું છે. વાયદા બજારમાં સોનાનો ભાવ આજે સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.


વાયદા બજારમાં સોનાનો ભાવ


વાયદા બજારમાં સોનાની કિંમત (Gold Price MCX) સોમવારે 60 હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ. જૂન 2023માં ડિલિવરીવાળા સોનામાં રૂ. 411 અથવા 0.69 ટકાના વધારા સાથે રૂ. 60,377 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ રીતે વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત 60 હજાર રૂપિયાને પાર કરી ગયો.


ચાંદી પણ મોંઘી થઈ


ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.


શેર બજારમાં મંદીના કારણે સોનામાં તેજી


વૈશ્વિક બજારમાં ઉથલપાથલ, બેન્કિંગ સંકટ અને મોટી અર્થવ્યવસ્થાઓમાં સુસ્તીના સંકેતોને કારણે સોનું સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનામાં આવેલી અચાનક તેજી પાછળનું મુખ્ય કારણ શેર બજારમાં મંદી છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. તેને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોનાનો ભાવ 64,000 સુધી પહોંચી શકે છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..