તત્કરો સોનાની તસ્કરી માટે ખુબ જ વિચિત્ર અને અવિશ્વસનિય કહીં શકાય તેવા તિકડમ અજમાવતા હોય છે. જેમ કે દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેની કેરળના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
પેટમાં ચાર કેપ્સૂલ છુપાવી હતી
સોનાની તસ્કરીમાં સામેલ આ આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે. નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા.
આરોપી નૌફલની અટકાયત કર્યા બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સ રેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં કરીપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો આ 59મો કિસ્સો છે.