"ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ હવે વિવેક અગ્નિહોત્રી ગોધરા ફાઇલ્સ પર ફિલ્મ બનાવશે, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-25 14:28:05

"ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી લોકપ્રિય બનેલા જાણીતા હિન્દી ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હવે ગોધરા કાંડ પર ફિલ્મ બનાવશે. વડોદરાની મુલાકાતે આવેલા ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તેમના આગામી પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.


ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ


વડોદરાની મુલાકાતે આવેલા વિવેક અગ્નિહોત્રીએ વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સરકારો આવતી- જતી રહે છે પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ, પણ શરૂઆત ગોધરામાં ટ્રેન સળગી ત્યાંથી કરીશ. તેમને પૂછવામાં આવ્યું કે ગોધરા ફાઇલ્સ બનાવશો કે કેમ ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચોક્કસ બનાવીશ પરંતુ તેની શરૂઆત ટ્રેન કેવી રીતે સળગી તેનાથી કરીશ અને ત્યારે કેટલા લોકો કહેશે કે આ પ્રોપેગેન્ડા છે. હાલમાં દેશમાં કોઈ કાશ્મીર પર ફિલ્મ બનાવે તો લોકોને આતંકીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યારે હાલ દેશની માનસિકતા બદલવાની જરુર છે.


પોતાના અનુભવો વણવ્યા


વિવેક અગ્નિહોત્રીએ પાંચ દિવસીય વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિવેક અગ્નિહોત્રી ઇન્સ્ટિટ્યૂટના યુવા ફિલ્મમેકર્સ સમક્ષ પોતાના વ્યક્તિગત જીવનની સફર વર્ણવી હતી કે જેના પરિણામે આજે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવી છે. તેમણે ઉભરતાં ફિલ્મ મેકર્સ ઇન્ડસ્ટ્રી વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. જેનાથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની રચના કરવા માટે પ્રેરણા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર તથા લેખક પણ છે. તેમણે સુપરહિટ ફિલ્મ તાશ્કંદ ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.