ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનાર 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ તમામ દોષિતોને 17 થી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે અન્ય ચારેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.
SC grants bail to 8 convicts in Godhara train coach-burning case
Read @ANI Story | https://t.co/1QLR3p0eZJ#SupremeCourt #Delhi #GodharaTrainCoachBurning #Gujarat pic.twitter.com/gfqYGRCCNz
— ANI Digital (@ani_digital) April 21, 2023
ઈદને ધ્યાનમાં રાખી જામીન મંજુર
SC grants bail to 8 convicts in Godhara train coach-burning case
Read @ANI Story | https://t.co/1QLR3p0eZJ#SupremeCourt #Delhi #GodharaTrainCoachBurning #Gujarat pic.twitter.com/gfqYGRCCNz
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ગોધરા હત્યાકાંડ કેસના દોષિતોની જામીન મામલે ચુકાદો આપ્યો હતો. જામીન મેળવનાર 8 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.કોર્ટે કહ્યું કે, જામીનની શરતો પૂરી કર્યા બાદ જ અન્યોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઈદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કોને જામીન આપ્યા?
સુપ્રીમ કોર્ટે જે 8 દોષિતોના જામીન મંજુર કર્યા છે, તેમાં અબ્દુલ સતાર ગડી,અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર, રઉફ ઠેસલીનો સમાવેશ થાય છે, જો કે અન્ય 4 લોકો મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા અને શોકત બદામના જામીન નામંજુર કરવામાં આવ્યા છે.