દિવાળીના દિવસો દરમિયાન ત્રણ મહા શક્તિઓની આરાધના થતી હોય છે... મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી.. મહાલક્ષ્મીની ઉપાસના કરવાનો પર્વ એટલે ધનતેરસ.. ધનતેરસના દિવસે લોકો પોતાના ધનની પૂજા કરતા હોય છે... તે સિવાય ઘરમાં રહેલા સોનાની, દાગીનાની પૂજા કરવામાં આવે છે.. અનેક લોકો ધનને ધોવે છે... ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી.
લક્ષ્મીજીની સાથે આયુર્વેદના દેવ ધનવંતરીની પણ થાય છે પૂજા
ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી.. આજના દિવસે ના માત્ર માતા લક્ષ્મીની પરંતુ ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે.. આયુર્વેદના દેવ ભગવાન ધનવંતરી પણ ઘટ સાથે ઉદભવ્યા હતા...
ધનતેરસના દિવસે થાય છે ધનની પૂજા
ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કેમ પૂજા કરવામાં આવે છે તેની વાત કરીએ તો માતા લક્ષ્મી ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સારા ધનની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિ વધે છે.. ધનતેરસના દિવસે કયા મંત્રથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.. આ દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.. તે સિવાય લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ ... તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્... માતા લક્ષ્મીની કૃપા આપ પર આપના પરિવાર પર સદૈવ રહે તેવી પ્રાર્થના..