દેશની જાણીતી એરલાઈન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ 50થી વધુ મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી હતી. જ્યારે બેંગ્લુરૂથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8116એ ઉડાનભરી ત્યારે યાત્રીકો રન વે પર બસમાં સવાર હતા. જોકે ફ્લાઈટે પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરતા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. ફ્લાઈટ સોમવાર સવારે 6.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ હતી. DGCAએ બેદરકારીને લઈ ગો ફર્સ્ટથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. ગો ફર્સ્ટે મુસાફરોને બસમાં જ ટરમૈક પર શા માટે નોંધારા મુકી દીધા તે અંગે DGCAએ જવાબ આપવા કહ્યું છે. DGCAએ એરલાઈન કંપનીને COOને બે સપ્તાહનો સમય આપ્યો હતો.
@DGCAIndia @Officejmscindia @AmitShahOffice @official_Arnab_ Go first G8 116 flight Blore-delhi, 54 passengers were left in the bus post final on-board, the flight took off with luggages and left 54 passengers at the airport, serious security branch. passenger's are struggling. pic.twitter.com/MhwG7vI7UZ
— Neeraj Bhat (@neerajbhat001) January 9, 2023
એરલાઈનએ માંફી માગી
@DGCAIndia @Officejmscindia @AmitShahOffice @official_Arnab_ Go first G8 116 flight Blore-delhi, 54 passengers were left in the bus post final on-board, the flight took off with luggages and left 54 passengers at the airport, serious security branch. passenger's are struggling. pic.twitter.com/MhwG7vI7UZ
— Neeraj Bhat (@neerajbhat001) January 9, 2023DGCAની નોટિસ બાદ એયરલાઈન કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી જતી ફ્લાઈટે અજાણતા જ થયેલી ભૂલને કારણે યાત્રિકોને ભોગવવી પડેલી હાલાકી માટે અમે ઈમાનદારીથી માફી માંગીએ છીએ. યાત્રિકોને દિલ્હી અને અન્ય ગંતવ્ય સ્થળો માટે વૈકલ્પિક એરલાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રિકોને ફ્રી ટિકિટની જાહેરાત
એરલાઈને કહ્યું છે કે અમારી સાથે પેસેન્જરોને થયેલી અસુવિધા માટે અમે મુસાફરોની ધીરજની પ્રસંશા કરી છીએ. આ અસુવિધાના અવેજમાં એયરલાઈન કંપનીના તમામ પ્રભાવિત યાત્રિકોને આગામી 12 મહિનામાં કોઈ પણ ડોમેસ્ટિક વિસ્તારમાં યાત્રા માટે એક ફ્રિ ટિકિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે.
એરલાઈને સ્ટાફની કરી હકાલપટ્ટી
એરલાઈન કંપની ગો ફર્સ્ટે ઘટનાની તપાસ કરી દીધી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી આ ઘટના માટે જવાબદાર સમગ્ર સ્ટાફ રોસ્ટરથી બહાર કરી દેવામાં આવ્યો છે.